અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની આગેવાની રાશિદ ખાનને સોંપવામાં આવી છે, જ્યારે ઇબ્રાહિમ ઝાદરાન વાઇસ કેપ્ટન હશે. વર્લ્ડ કપ પહેલાં આ ટીમ UAEમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચની T20 સિરીઝ પણ રમશે.
ફઝલહક ફારૂકી અને ગુલબદ્દીન નઇબની વાપસી ટીમમાં ઝડપી બોલર ફઝલહક ફારૂકી અને ઓલરાઉન્ડર ગુલબદીન નઈબની વાપસી થઈ છે. બંને ખેલાડીઓને આ પહેલા બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર રાખ્યા હતા. આ ઉપરાંત મુજીબ ઉર રહેમાન અને નવીન-ઉલ-હકને પણ સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે.
ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક ઈજામાંથી સાજા થઈ ગયો છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે. તે એશિયા કપ દરમિયાન ફિટનેસના કારણોસર ટીમમાંથી બહાર હતો.
અલ્લાહ ગઝનફર રિઝર્વમાં ઓફ સ્પિનર મુજીબ ઉર રહેમાનની પસંદગીને કારણે યુવા મિસ્ટ્રી સ્પિનર અલ્લાહ ગઝનફરને રિઝર્વ ખેલાડીઓમાં રાખ્યો છે. તેની સાથે ઇજાઝ અહેમદઝઈ અને ઝિયા ઉર રહેમાન શરીફી પણ રિઝર્વ યાદીમાં સામેલ છે.
T20 વર્લ્ડ કપ 2024માં ટીમ સેમિફાઈનલ સુધી પહોંચી હતી છેલ્લા T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને પહેલીવાર સેમિફાઈનલ સુધીનો પ્રવાસ કર્યો હતો. ટીમે ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ જેવી મજબૂત ટીમને હરાવી હતી.
વેસ્ટ ઇન્ડીઝ સિરીઝથી ટીમ કોમ્બિનેશન નક્કી થશે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)ના CEO નસીબ ખાને કહ્યું, છેલ્લા વર્લ્ડ કપનું પ્રદર્શન અમારા માટે ગર્વનો વિષય છે. એશિયન પરિસ્થિતિઓમાં અમે વધુ સારું રમવાની અપેક્ષા રાખી રહ્યા છીએ. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝથી અમને યોગ્ય ટીમ કોમ્બિનેશન નક્કી કરવામાં મદદ મળશે. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની T20 સિરીઝ 19 થી 22 જાન્યુઆરી સુધી રમાશે.