Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઓસ્ટ્રેલિયાએ મહિલા T20 વર્લ્ડ કપની ખિતાબની હેટ્રિક બનાવી છે. કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાન પર રમાયેલી ફાઇનલમાં ટીમે દક્ષિણ આફ્રિકાને 19 રને હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ટૂર્નામેન્ટની ટ્રોફી કબજે કરી હતી. ઓસ્ટ્રેલિયાની ઓપનર બેથ મૂનીએ અણનમ 79 રન બનાવ્યા હતા. તે જ સમયે દક્ષિણ આફ્રિકા તરફથી ઓપનર લૌરા વોલ્વાર્ડે 61 રન બનાવ્યા હતા.


લૌરા વોલ્વાર્ડે 61 રન બનાવ્યા
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. ટીમ તરફથી બેથ મૂનીએ 79 રનની અણનમ ઇનિંગ રમી હતી. 157 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 137 રન જ બનાવી શકી હતી. ઓપનર લૌરા વોલ્વાર્ડે 61 રનની ઇનિંગ રમી હતી. પરંતુ, ટીમને જીત ન અપાવી શકી.

4 ઓવરમાં 4 જુદા જુદા બોલર્સ
સાઉથ આફ્રિકાએ પાવરપ્લેની પ્રથમ 4 ઓવરમાં 4 અલગ-અલગ બોલરનો ઉપયોગ કર્યો હતો. ડાબા હાથની સ્પિનર નોનકુલુલેકો મ્લાબાએ પ્રથમ ઓવર નાખી. આ પછી ઝડપી બોલર શબનિમ ઈસ્માઈલ, મેરિયન કેપ અને અયાબોંગા ખાકાએ બીજી, ત્રીજી અને ચોથી ઓવર નાખી. શરૂઆતના 3 બોલરોએ 6-6 રન આપ્યા હતા. ત્યાં ખાકાની ઓવરમાં 7 રન આવ્યા હતા.

બન્ને ટીમની પ્લેઇંગ-11 જુઓ
ઓસ્ટ્રેલિયા: મેગ લેનિંગ (કેપ્ટન), એલિસા હીલી, બેથ મૂની, એલિસે પેરી, એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, મેગન શુટ, જેસ જોનાસન, ડાર્સી બ્રાઉન, જ્યોર્જિયા વેયરહેમ.

સાઉથ આફ્રિકા: સુને લુસ (કેપ્ટન), તાજમીન બ્રિટ્સ, લૌરા વોલ્વાર્ડ, મેરિયન કેપ, ક્લો ટ્રાયોન, એન્નેકે બોશ, નાદીન ડી ક્લાર્ક, સિનાલો જાફતા, શબનિમ ઈસ્માઈલ, અયાબોંગા ખાકા અને નોનકુલુલેકો મ્લાબા.