ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પોતાના પદ ઉપર રહી શક્શે કે નહિ, તેના ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. જોકે સુપ્રીમ કોર્ટે કુલિંગ ઑફ પિરિયડને લઈને મંગળવારે રાહત આપી છે. આ રાહત મળવાથી BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ વધુ 6 વર્ષ માટે પોતાના પદ ઉપર રહી શક્શે.
BCCIની ચૂંટણી 2019માં થઈ હતી. જેમાં સૌરવ ગાંગુલી અધ્યક્ષ, જય શાહ સેક્રેટરી, અરુણ ધૂમલ અને જયેશ જ્યોર્જ સંયુક્ત રીતે સેક્રેટરી બન્યા હતા. ચૂંટણીના બે મહિના પછી જ BCCIએ કુલિંગ ઑફ પિરિયડને લઈને લોઢા કમિટીની ભલામણોની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
હાલના સમયમાં BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સહિત 5 અન્ય લોકોને 6 વર્ષ પૂરાં થશે. ગાંગુલીનો કુલિંગ ઑફ પિરિયડ જુલાઈ 2020 પછી શરૂ થયો હતો, તો 2014માં બંગાળ ક્રિકેટ સંઘના તેઓ સચિવ બન્યા હતા. જ્યારે 2015માં તેઓ અધ્યક્ષ બન્યા હતા. આ પછી સપ્ટેમ્બર 2019માં ફરી એકવાર તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ પછી સૌરવ ગાંગુલી 23 ઓક્ટોબર, 2019થી BCCIના અધ્યક્ષ છે.