ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી જીમ આફ્રો T10 ટુર્નામેન્ટમાં ડોનોવન ફરેરાએ ભારતીય બેટર રિંકુ સિંહની જેમ છેલ્લી ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી. ફેરેરાની બેટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મંગળવારે હરારે હરિકેન્સ અને કેપ ટાઉન સેમ્પ આર્મી વચ્ચે આફ્રો T10 મેચ રમાઈ હતી. હરારે હરિકેન્સનો બેટર ડોનોવાન ફરેરા છેલ્લી ઓવરમાં સ્ટ્રાઈક પર હતો. કેપટાઉન સેમ્પનો બોલર કરીમ જનત આ ઓવર નાંખી રહ્યો હતો. ફરેરાએ 5 બોલમાં 5 સિક્સર ફટકારી હતી. તેણે 33 બોલમાં 87 રનની ઇનિંગ રમી હતી.
આ ઇનિંગના કારણે હરારેએ 10 ઓવરમાં 6 વિકેટે 115 રન બનાવ્યા હતા. જોકે હરારેએ આ મેચ સુપર ઓવરમાં જીતી લીધી હતી.
ફરેરા પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના બેટર રિંકુએ IPLમાં 5 બોલમાં 5 સિક્સર ફટકારી હતી. આ મેચ ગુજરાત ટાઇટન્સ અને KKR વચ્ચે રમાઈ હતી. KKRને જીતવા માટે છેલ્લા 5 બોલમાં 28 રનની જરૂર હતી. રિંકુએ યશ દયાલની ઓવરમાં સતત 5 સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી.