ICC T-20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 તબક્કાની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 116 રનનો ટાર્ગેટ આપ્યો છે. સેમિફાઈનલમાં પહોંચવા માટે અફઘાનિસ્તાને આ મેચ જીતવી જ પડશે.
અફઘાનિસ્તાન ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટે 115 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ રહમાનુલ્લાહ ગુરબાઝે 43 રન બનાવ્યા હતા. તેના સિવાય ઇબ્રાહિમ ઝદરાને 18 રન બનાવ્યા હતા. અંતમાં કેપ્ટન રાશિદ ખાને 10 બોલમાં 19 રન ફટકાર્યા હતા. બાંગ્લાદેશ તરફથી લેગ સ્પિનર રિશાદ હુસૈને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. તો તાસ્કીન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાનને 1-1 વિકેટ મળી હતી.
રિશાદ હુસૈને બાંગ્લાદેશને ત્રીજી સફળતા અપાવી હતી. ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ પણ ટીમના 88 રનના સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યો હતો. રિશાદ હુસૈને તેને 17મી ઓવરના પહેલા બોલ પર ગુરબાઝના હાથે કેચ આઉટ કરીને પેવેલિયન મોકલ્યો હતો. ગુરબાઝે 55 બોલનો સામનો કર્યો અને 43 રન બનાવ્યા.