Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રવિ પ્રકાશને ટ્રસ્ટની જગ્યામાં બાંધકામ શરૂ કરી દેતા વિવાદ રાજકોટ શહેરના ડો.યાજ્ઞિક રોડ પર આવેલી શેઠ અમરચંદ માધવજી શેઠ દશા સોરઠિયા વણિક વિદ્યાલયની જગ્યામાં રવિ પ્રકાશનના સંચાલકે ગેરકાયદે મંજૂરી વગર બાંધકામ શરૂ કરતા વિવાદના મંડાણ થયા છે. ટ્રસ્ટીઓએ જગ્યામાં ગેરકાયદે બાંધકામ અટકાવવા પ્રયાસ કર્યા બાદ દુકાનમાલિકે દાદાગીરી કરતા એ-ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને તેના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ટ્રસ્ટીઓએ આ મુદ્દે મહાનગરપાલિકાને પણ લેખિત ફરિયાદ કરી છે. અમરચંદ માધવજી શેઠ વણિક વિદ્યાલયના ટ્રસ્ટીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 100 વર્ષ કરતા જૂના ટ્રસ્ટના આ બિલ્ડિંગમાં 35 વર્ષ પૂર્વે જયેશ ખખ્ખરે ટ્રસ્ટ પાસેથી ભાડાચિઠ્ઠી મેળવી રવિ પ્રકાશન નામે પેઢી શરૂ કરી હતી. થોડા મહિના પહેલા જયેશભાઇ ખખ્ખરનું નિધન થઇ જતા તેમના પુત્ર ચિરાગે દુકાન સંભાળી હતી અને ચિરાગ ખખ્ખરે ટ્રસ્ટીઓ પાસેથી કોઇજાતની મંજૂરી મેળવ્યા વગર અને તેમને જાણ કર્યા વગર અંદરની બાજુએ ગેરકાયદે રીતે બાંધકામ શરૂ કરી દીધું છે.

  રાજકોટ શહેરના ડો.યાજ્ઞિક રોડ પર આવેલી શેઠ અમરચંદ માધવજી શેઠ દશા સોરઠિયા વણિક વિદ્યાલયની જગ્યામાં રવિ પ્રકાશનના સંચાલકે...

દ્વારકામાં બંને તરફ સમુદ્રી પાણી વચ્ચે પસાર થતી ટ્રેનનો અદભુત નઝારો

  યાત્રાધામ દ્વારકા ભારતના પશ્ચિમી છેવાડે સ્થિત દેશના મુખ્ય તીર્થક્ષેત્ર છે દરરોજ રેલવે માર્ગે પણ હજારો યાત્રીકો આવે છે. હાલ...

રાજકોટના વેપારી સાથે મહારાષ્ટ્ર-આંધ્રના શખ્સોએ 7.83 કરોડની છેતરપિંડી આચરી

  મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના શખ્સોએ શહેરના વેપારીને 7.83 કરોડની રકમ નહીં ચૂકવી પરપ્રાંતીય શખ્સોએ છેતરપિંડી આચરી છે....

પ્રતિબંધ બાદ પણ કોનાકાર્પસના છોડનો બેફામ ઉછેર સરકારી આદેશ માત્ર કાગળ પર જ રહ્યો

  રાજ્યભરમાં સુશોભનના નામે વિદેશી પ્રજાતિના કોનાકાર્પસ વૃક્ષની ઘણી આડઅસરો જોવા મળી રહી છે. તે ભૂગર્ભ જળનું તો નિકંદન કાઢે જ છે...

ભાજપના પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાનો બીજો ધડાકો

  ભાજપના પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાએ બીજો લેટર બોમ્બ ફોડી ફરી મોટો ધડાકો કર્યો છે. ખાસ કરીને જિલ્લા ભાજપ કાર્યાલયનું...

શહેરમાં ડેન્ગ્યુના 29 કેસ, સૌથી વધુ હાઇરાઇઝ બિલ્ડિંગમાં રોગનો પ્રસાર

  મચ્છરજન્ય રોગચાળો બેફામ બન્યો છે. એક સપ્તાહમાં 29 કેસ સામે આવ્યા છે જે વર્ષનો સૌથી વધુ આંક છે. આ તમામ કેસ તો આરટીપીસીઆર...

કુવાડવાના રામપર બેટી પાસે હિટ એન્ડ રન, વાહનની ઠોકરે સાઇકલસવાર તરુણનું મોત

  કુવાડવા નજીક રામપર બેટી ગામે અજાણ્યા વાહને ઠોકર મારતા ઘવાયેલા સાઇકલસવાર તરુણને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતો. જેનું...

ઘરકંકાસથી કંટાળી પતિએ કરી પત્નીની નિર્મમ હત્યા

  ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં યુવાન દ્વારા પોતાની પત્નીની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધાના બનાવે ભારે...

શ્રમયોગી કલ્યાણ બોર્ડની લાલિયાવાડી

  ગુજરાત રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા...

શિક્ષણધામમાં ચલાવાતો હતો નશાનો કારોબાર

  શિક્ષણના ધામ કહેવાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસને યુનિવર્સિટીના સત્તાધીશોએ લજવ્યું છે. યુનિવર્સિટીના કેમ્પસની અંદર...

ભૂમાફિયાઓના નામ સાથે એકથી વધુ અરજી ફાયરિંગનું કારણ બની

  સાયલાના સુદામડામાં ખનીજચોરીની અરજી કરતાં ઘર ઉપર 10 રાઉન્ડ ફાયરિંગનો બનાવ બન્યો હતો. આ પંથકમાં માત્ર 82 કાયદેસર લીઝ છે. જ્યારે...

રિવર્સમાં આવતી કાર હેઠળ કચડાઇ જતા એપાર્ટમેન્ટમાં રમતા માસૂમ બાળકનું મોત

  શહેરમાં મવડી નજીક હેમાન્દ્રી-1 એપાર્ટમેન્ટમાં રિવર્સમાં આવતી કારે હેઠળ કચડાઇ જતા દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું...